બાબરાના વાંકિયા ગામનો બનાવ:સગીરાને ગામનો યુવાન ફોન કરી ત્રાસ આપતો હોઇ ગળેફાંસો ખાધો

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાને મરવા મજબુર કરનારા યુવક સામે ફરિયાદ

બાબરા તાલુકાના વાંકીયા ગામની એક સગીરાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગામના જ યુવકના ત્રાસથી તેણે આ પગલુ ભર્યુ હતુ.બાબરા પોલીસના સુત્રોએ જણાવ્યું હતુ કે બાબરા તાલુકાના વાંકીયા ગામની દિપ્તીબેન મુકેશભાઇ વાળા (ઉ.વ.17)નામની સગીરાએ પોતાના ઘરે પોતાની મેળે જ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

સગીરાના પિતા મુકેશભાઇ ભીખાભાઇ વાળાએ આ બારામા વાંકીયા ગામના જ સંજય ધીરૂભાઇ ચાપરા નામના યુવક સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ શખ્સ સગીરાને અવારનવાર ફોન કરીને ત્રાસ આપતો હતો અને તેના આ કાયમી ત્રાસના કારણે સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

આ ઘટના ગઇકાલે બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળા દરમીયાન બની હતી. બાબરા પેાલીસે સંજય ચાપરા સામે સગીરાને મરી જવા મજબુર કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. એસસીએસટી સેલના ડીવાયએસપી આર.ડી.ઓઝા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...