આત્મહત્યા:અમરેલી તાલુકાના ગીરીયાના યુવકે એસીડ પી આપઘાત કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગમા પીપળીયાની યુવતીએ એસીડ પી જીવન ટુંકાવી લીધું

અમરેલી તાલુકાના ગીરીયાના યુવકે અગમ્ય કારણોસર એસીડ પી આપઘાત કરી લીધો હતેા. જયારે બાબરાના ગમા પીપળીયામા રહેતી યુવતીએ પણ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી જીવન ટુંકાવી લીધુ હતુ. યુવકના આપઘાતની આ ઘટના અમરેલી તાલુકાના ગીરીયામા બની હતી. અહી રહેતા સાગર કરશનભાઇ ડાભી નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે કરશનભાઇ જેરામભાઇ ડાભીએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.આર.મહેતા ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય એક ઘટનામા બાબરા તાલુકાના ગમા પીપળીયામા રહેતા પુર્વીતાબેન મધુભાઇ વાઘેલા (ઉ.વ.20) નામની યુવતીએ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે મધુભાઇ રવજીભાઇ વાઘેલાએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી.રાઠોડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...