અપમૃત્યુ:છભાડીયામાં બાથરૂમમાં ન્હાવા ગયેલા યુવકનું પડી જતા મોત

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાળીયામાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અમરેલી જિલ્લામાં અપમૃત્યુની જુદીજુદી બે ઘટના બની હતી. લાઠીના છભાડીયામા બાથરૂમમા ન્હાવા ગયેલા યુવકનુ પડી જતા મોત નિપજયું હતુ. જયારે અમરેલીના જાળીયામા યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. યુવકનુ પડી જતા મોત થયાની આ ઘટના લાઠી તાલુકાના છભાડીયામા બની હતી.

અહી રહેતા રાહુલભાઇ પંકજભાઇ રાબડીયા (ઉ.વ.30) નામનો યુવાન પોતાના ઘરે બાથરૂમમા ન્હાવા માટે ગયો હતો. તે બાથરૂમમા પડી જતા બેભાન થઇ ગયો હતો. જેને પગલે તેને સારવારમાટે પ્રથમ દામનગર અને બાદમા અમરેલી ખાનગી દવાખાને રીફર કરાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે લલીતભાઇ ભીખાભાઇ રાબડીયાએ દામનગર પેાલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ ચલાવી રહ્યાં છે. જયારે અન્ય એક ઘટનામા અમરેલી તાલુકાના જાળીયામા રહેતી ધરતીબેન કેશુભાઇ દંડીયા (ઉ.વ.19) નામની યુવતીના માતા દસેક માસ પહેલા મૃત્યુ પામ્યા હોય તેનુ માનસિક દુખ રહેતુ હોય ધરતીબેને હુકમા સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે ચંપાબેન ગોહિલે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એસ.એમ.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...