દુર્ઘટના:કેરાળામાં ટ્રેકટરની ટ્રોલીમાંથી પડી જતા યુવકનું મોત નિપજ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીએ માલ ભરતી વખતે સર્જાઇ દુર્ઘટના

અમરેલી તાલુકાના કેરાળા (વિરડીયા) ગામે એક પરપ્રાંતિય મજુર વાડીએ ટ્રેકટરની ટ્રોલીમાથી માલ ભરતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. મુળ રાજસ્થાનના ટોડગઢ ગામનો અને હાલ કેરાળામા રહી ખેતમજુરી કામ કરતા અર્જુનસિંહ લુમસિંહ રાજપુત (ઉ.વ.40) નામનો યુવાન વાડીએ ટ્રેકટરની ટ્રોલીમા માલ ભરી રહ્યો હતો.

આ દરમિયાન તે અચાનક ટ્રોલીમાથી નીચે પડી જતા ગંભીર ઇજા પહોંચતા તે બેભાન થઇ ગયો હતો.યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે મનમહોનસિંહ મદનસિંહ રાજપુતે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ એસ.એમ.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...