જાફરાબાદ તાલુકાના હેમાળમા રહેતા એક 37 વર્ષીય યુવકનુ રાત્રે ખાટલામાથી પડી જતા ગંભીર ઇજા પહોંચતા મોત થયુ હતુ. જયારે બાબરામા રહેતા એક યુવકનુ ટ્રકમા ખોળ ભરતી વખતે પડી જતા મોત થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. હેમાળમા રહેતા ઘનશ્યામભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.37) નામનો યુવક રાત્રીના સમયે ખાટલામા સુતો હોય અચાનક પડી જતા તેને માથામા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
જો કે તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે મનસુખભાઇ મોહનભાઇ પરમારે નાગેશ્રી પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એલ.મકવાણા ચલાવી રહ્યાં છે. જયારે બાબરામા ધુડીયા પ્લોટ વિસ્તારમા રહેતા મહેશભાઇ ધનજીભાઇ તલસાણીયા (ઉ.વ.34) નામનો યુવાન છુટક મજુરીનુ કામ કરતો હતો.
ગત તારીખ 20/5ના રોજ તે વાંડળીયા ગામે મગફળીનો ખોળ ટ્રકમા ભરવા માટેની મજુરી કામે ગયો હતો. જયાં તેનુ પડી જતા માથામા ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને સારવાર માટે અમદાવાદ સરકારી દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવ અંગે વિજયભાઇ તલસાણીયાએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર.બી.વાઘેલા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.