અકસ્માત:વાહન હડફેટે બાઇક ચાલક યુવકનું મોત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના નાના ભંડારીયામા રહેતો એક યુવક પોતાનુ મોટર સાયકલ લઇ અમરેલીથી પરત ફરી રહ્યો હતો ત્યારે માંગવાપાળના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનુ મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના અમરેલી તાલુકાના માંગવાપાળના પાટીયા પાસે ગોળાઇમા બની હતી. નાના ભંડારીયામા રહેતા વિનુભાઇ મેપાભાઇ માધડ (ઉ.વ.42) પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 01 એફસી 9149 લઇને અમરેલીથી ઘરે આવી રહ્યાં હતા. તેઓનુ મોટર સાયકલ માંગવાપાળના પાટીયા પાસે ગોળાઇમા પહોંચ્યુ ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેની સાથે અકસ્માત સર્જયો હતો.

અકસ્માતમા વિનુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવારમાટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી ચાલક નાસી છુટયો હતો. આ અંગે રોહિતભાઇ વીનુભાઇ માધડે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ જી.એન.કાઠીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...