તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નાના રાજકાેટમાં ઘરમાં ઘુસી મહિલા પર છરી વડે હુમલાે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધમકી પણ અાપી

લીલીયા તાલુકાના નાના રાજકાેટમા રહેતા અેક મહિલાના ઘરની વંડી ટપી અંદર ઘુસી અહી જ રહેતા અેક શખ્સે છરી બતાવી નિર્લજજ હુમલાે કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધમકી અાપતા તેની સામે લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહી રહેતા જયાબેન અરજણભાઇ નાગર (ઉ.વ.51) નામના મહિલાઅે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાના ઘરે હતા ત્યારે અહી જ રહેતાે નાૈસાદ ઉર્ફે હર્ષદ રહીમ બેલીમ નામનાે શખ્સ મકાનની વંડી ટપી અંદર ધસી અાવ્યાે હતાે. અા શખ્સે ગાળાે અાપી છરી બતાવી નિર્લજજ હુમલાે કર્યાે હતાે. અા ઉપરાંત અા શખ્સે મારી નાખવાની ધમકી અાપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. બનાવ અંગે નાયબ પાેલીસ અધિક્ષક અાર.ડી.અાેઝા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...