તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખાંભાના માેટા બારમણ ગામે દાઝી જતા મહિલાનું માેત થયું

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંડલાના પીઠવડીમાં ઝેરી પાઉડર પી વૃદ્ધનાે અાપઘાત

ખાંભા તાલુકાના માેટા બારમણમા રહેતા અેક મહિલાનુ દાઝી જતા સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. જયારે સાવરકુંડલાના પીઠવડીમા 70 વર્ષીય વૃધ્ધે અનાજમા નાખવાનાે ઝેરી પાઉડર પી લઇ જીવન ટુંકાવી લીધાની ઘટના બની હતી.

મહિલાનુ દાઝી જતા માેત થયાની અા ઘટના ખાંભાના માેટા બારમણમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા ઉર્મિલાબેન શંભુભાઇ મકવાણા (ઉ.વ.31) નામના મહિલા પ્રાઇમસ પર ચા બનાવી રહ્યાં હતા ત્યારે અચાનક ભડકાે થતા તેઅાે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને સારવાર માટે પ્રથમ રાજુલા અને બાદમા અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે શંભુભાઇ મકવાણાઅે ખાંભા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અેચ.ડી.પરમાર ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય અેક ઘટનામા સાવરકુંડલા તાલુકાના પીઠવડીમા રહેતા ભીખાભાઇ મેઘાભાઇ મહીડા (ઉ.વ.70)નામના વૃધ્ધને અવારનવાર છાતીમા દુખાવાે થતાે હાેય હ્દયરાેગનાે હુમલાે પણ અાવી ગયાે હાેય જેથી તેણે અનાજમા નાખવાનાે ઝેરી પાઉડર પી જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે જયસુખભાઇ મહીડાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ વાય.અેસ.વનરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...