અમરેલીમા રોકડીયાપરામા રહેતા એક મહિલાને અમારા વિરૂધ્ધ ફરિયાદ કરી છે કહી ચાર શખ્સોએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. મીનાબેન રાજુભાઇ વાઘેલા (ઉ.વ.40) નામના મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેઓ એસટી ડેપોમા ઉભા હતા ત્યારે જલા માવજીભાઇ વાઘેલા, સેજલ જલાભાઇ, દેવા રૂડાભાઇ અને મંજુબેન દેવાભાઇએ તે અમારા વિરૂધ્ધ ફરિયાદ કરી છે કહી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
જયારે મંજુબેન દેવાભાઇ પરમારે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મીનાબેન રાજુભાઇ વાઘેલા, હિરલબેન રાજુભાઇ, જલી રાજુભાઇ અને અજય રાજુભાઇ નામના શખ્સોએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ગાળો આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.