• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Woman Was Attacked By A Jackal On The Outskirts Of Mithapur Village In Jafarabad, Amreli, Forest Department Trackers Rushed To The Scene.

વન્યપ્રાણીનો હુમલો:અમરેલીના જાફરાબાદના મીઠાપુર ગામની સીમમાં મહિલા પર શિયાળે હુમલો કર્યો, ઘટનાના પગલે વનવિભાગના ટ્રેકરો દોડ્યા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામના વાડી વિસ્તારમાં આવેલ જયાબેન લાખાભાઈ કોટડીયા ઉંમર50 નામની મહિલા વાડી વિસ્તાર માંથી પસાર થવાના સમયે જંગલી શિયાળ દ્વારા ગંભીર રીતે હુમલો કરતા મહિલા લોહી લુહાણ બની હતી. મહિલાને પગ અને હાથના ભાગે ઈજા થતા સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ જાફરાબાદ વનવિભાગને જાણ થતાં આર.એફ.ઓ.દ્વારા ટ્રેકરોને સૂચના આપતા ટ્રેકરો બનાવ સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

જંગલી શિયાળ દ્વારા હુમલો કરવાની ઘટનાને લઈ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ચોકી ગયા છે આ જંગલી શિયાળ અંગે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.વનવિભાગમા હડતાળના કારણે મોટાભાગનો ફોરેસ્ટના કર્મચારીઓ રજા ઉપર હોવાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે. માત્ર આર.એફ ઓ અને ટ્રેકરો હાલ કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...