સાધ્વીની હત્યા:રાજુલાના ખાખબાઈ ગામના આશ્રમમાં રહેતા મહિલા પૂજારીને તીક્ષણ હથિયારોના ઘા મારી મોતને ઘાટ ઉતારાયા

અમરેલી17 દિવસ પહેલા
  • પોલીસે દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો

અમરેલીના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે આવેલા આશ્રમના સાધ્વીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં કોઈ નજીકના વ્યકિતએ જ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે.

રાજુલાથી એક કિલોમીટરના અંતરે આવેલા ખાખબાઈ ગામના રસ્તા પર નમો નારાયણ આશ્રમ આવેલો છે. જેમાં રેખાબેન ગોવિંદભાઈ નામના સાધ્વી પૂજારી તરીકે હતા. તેમની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃતદેહને રાજુલા હોસ્પિટલ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

આશ્રમમાં છેલ્લા લાંબા સમયથી સેવાપૂજા કરતા સાધ્વીની હત્યાનો ભેદ ખોલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે. હત્યામાં કોઈ નજીકનો જ વ્યકિત સંડોવાયો હોવાની પણ આશંકા સેવવામા આવી રહી છે. આરોપી ઝડપાયા બાદ હત્યા પાછળના કારણનો ખુલાસો થશે.

અન્ય સમાચારો પણ છે...