અકસ્માત:ઘાણાના પંખામાં ચુંદડી ફસાઇ જતા અમરેલીની મહિલાનું મોત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓઇલ મીલમાં મજુરી કામ કરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત

અમરેલીમા બાયપાસ રાધેશ્યામ નજીક રહેતા શોભનાબેન મોહનભાઇ મેરીયા (ઉ.વ.32) નામના મહિલા અહી આવેલ અહી ઓમ ઓઇલ મીલમા મજુરી કામ કરી રહ્યાં હતા. ઘાણાના મશીનના પંખામા ચુંદડી ફસાઇ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે મોહનભાઇ મેરીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એ.આર.ઝાલા ચલાવી રહ્યાં છે.

કરકોલિયા નજીક બાઇક સ્લીપ થતાં મહિલાનું મોત
અમરેલી |મુળ ગારીયાધારમા શરમાળીયા દાદાના મંદિર પાસે રહેતા કલ્પેશ જગદીશભાઇ જાદવ (ઉ.વ.34) નામનો યુવાન પોતાની માતા નિર્મળાબેનને બાઇક નંબર જીજે 04 સીપી 1985મા બેસાડી કરકોલીયા નજીકથી પસાર થઇ રહ્યો હતો. તેણે બાઇક બેફિકરાઇથી ચલાવતા બાઇક સ્લીપ થઇ જતા નિર્મળાબેન પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતુ. પોલીસે કલ્પેશ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ જે.બી.કંડોળીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...