બગસરા તાલુકાના સમઢીયાળાની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક પરપ્રાંતિય મહિલા કુવા પાસે નળમાથી પાણી ભરવા જતી વખતે ચક્કર આવતા કુવામા પડી જતા તેમનુ મોત નિપજયું હતુ. મુળ રાજસ્થાનના બાવડી દુદા ગામે અને હાલ બગસરાના સમઢીયાળામા કરશનભાઇ મનસુખભાઇ ગઢીયાની વાડીએ રહી ખેતમજુરી કામ કરતા કેશરબેન ગૌતમભાઇ પારગી (ઉ.વ.40) નામના મહિલા ગઇકાલે બપોરેના સાડા બારેક વાગ્યાના સુમારે જેન્તીભાઇ ગઢીયાની વાડીએ કુવા નજીક નળ હોય પાણી ભરવા ગયા હતા. જો કે આ દરમિયાન તેમને અચાનક ચક્કર આવતા તેઓ કુવામા પડી જતા તેમનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે ગૌતમભાઇ પારગીએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.