મારી નાખવાની ધમકી:બગસરા તાલુકાના જામકામાં પૈસા મુદ્દે મહિલા પર કુહાડી વડે હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

બગસરાના જામકામા રહેતા એક મહિલાને પૈસા આપવા મુદે બોલાચાલી કરી ચાર શખ્સોએ કુહાડી લાકડી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

અશોકભાઇ આતુભાઇ વણોદીયા (ઉ.વ.40) નામના યુવાને બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ દિનેશભાઇ તથા અનીલભાઇની સાથે ઘરે બેઠા હતા ત્યારે તેના ભાભી જયાબેને આવીને વાત કરેલ કે ગઇકાલે રાત્રે પ્રવિણભાઇએ ઘરે આવી કહેલ કે મારે તમને પૈસા આપવાના છે જેથી તેને કહેલ કે મારે તમારા કોઇ પૈસા જોઇતા નથી.

બાદમા અશોકભાઇ, દિનેશભાઇ, અનીલભાઇ, વિજયભાઇ, જયાબેન વિગેરે તેના ઘરે ગયા હતા. અને પ્રવિણભાઇને પુછેલ કે તામે શેના પૈસા જયાબેનને આપવા ગયા હતા. જેથી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી. તેમજ કિશોરભાઇએ હાથમા કુહાડી તેમજ ભરતભાઇ હાથમા લાકડી લઇ ધસી આવ્યા હતા અને હુમલો કરી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.

જયારે કિશોરભાઇ શાર્દુલભાઇ વણોદીયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ પ્રવિણભાઇ અનીલભાઇના ઘરે પૈસા આપવા ગયા હતા. ત્યારે અનીલભાઇ અને વિજયભાઇ, અશોકભાઇ, દિનેશભાઇ વિગેરેએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...