• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Voting Awareness Program Was Held In Amreli On The Theme 'I Am 'Savaj' Amreli, Why Am I Behind In The Polls, Halo Bheru Aaye Hai Avsar Demokratiya'?

મતદાન જાગૃતિ ઝૂંબેશ:અમરેલીમાં 'હું 'સાવજ' અમરેલીનો, મતદાનમાં કેમ રહુ હું પાછળ, હાલો ભેરુ આવ્યો છે અવસર લોકશાહી'નો થીમ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં 'હું 'સાવજ' અમરેલીનો, મતદાનમાં કેમ રહુ હું પાછળ, હાલો ભેરુ આવ્યો છે અવસર લોકશાહી'નો થીમ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી સ્થિત જિલ્લા સેવાસદન ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમને લઈ મેસ્કોટ (શુભાંકર) મૂકવામાં આવ્યાં છે.
વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ
આગામી વિધાનસભા ચૂંટણી-2022ના પ્રથમ ચરણનું મતદાન તા.01 ડિસેમ્બરના રોજ થશે. અમરેલી જિલ્લામાં પ્રથમ ચરણના મતદાનની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમા મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. હું 'સાવજ' અમરેલીનો, મતદાનમાં કેમ રહુ હું પાછળ, હાલો ભેરુ અમરેલી, આવ્યો છે અવસર લોકશાહીનો' થીમ પર યોજાયેલા મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં મતદાન માટેની જાગૃત્તિ પ્રસરાવતા મેસ્કોટ (શુભાંકર) ખુલ્લા મૂકવામાં આવ્યાં હતા.
​​​​​​​ઓબ્ઝર્વર એક્સેસીબીલીટી ડી.એન. મોદી, જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય પટણી, જિલ્લા અધિક કલેક્ટર અને મેન પાવર મેનેજમેન્ટ અધિકારી વાળા, સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર અને SVEEP નોડલ અધિકારી પૂજા જોટાણીયા, નાયબ માહિતી નિયામક ડૉ.ડી.જે. છાટબાર અને ચૂંટણી શાખા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...