પાણીનો વેડફાટ:અમરેલીના રાજુલા શહેરમાં પાલિકાના સંપમાંથી પાણીનો બગાડ થતો હોવાનો વીડિયો વાઈરલ

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા નગરપાલિકાની કામગીરી અને અણઘડ વહીવટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ શહેરમાં પીવાનું પાણી નિયમિત નહિ આવતું હોવાની પણ વાંરવાર ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે શહેરીજનોમાં પાલિકા સામે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. ઘૂઘરીયાળી રોડ ઉપર આવેલ નગરપાલિકાના સંપમાંથી પાણી બહાર આવી રહ્યું છે. જોકે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ઘણા મહિનાથી આવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ પાણી ભરાઈ જવાના કરણે મોટર બંધ નહિ કરવાના કારણે સંપ ભરાઈ ગયા બાદ પાણી ખુલ્લેઆમ બહાર આવવાના કારણે રોડ રસ્તા ઉપર પાણી વેડફાઈ રહ્યું છે. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં પાણી સમયસર પોહચતુ નથી

સ્થાનિક અગ્રણી અજયભાઈ વાળાએ જણાવ્યું ગામને પાણી મળતું નથી અને અહીંયા ખુલ્લેઆમ પાણી 1 મહિનાથી વહી જાય છે અને ગામને પાણી મળતું નથી. પાલિકા અહીંયા ધ્યાન રાખે તો આ પાણીનો બગાડ ન થાય અને શહેરના લોકોને પાણી નિયમિત મળે.

અન્ય સમાચારો પણ છે...