તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવ સેવા:ગુજરાતનું એક અનોખુ મંદિર જ્યાં માનવીની કરાય છે સેવા, અત્યાર સુધીમાં 85 મનોરોગી સાજા થયા

અમરેલી19 દિવસ પહેલા

ગુજરાતમાં ભગવાનના મંદિર તમે જોયા હશે. પણ અમરેલી જિલ્લામાં આવેલ માનવ મંદિરમાં નવ વર્ષથી મનોરોગી માનવીની સેવા અર્ચના થાય છે. આ મંદિરના મહંત જણાવે છે કે મનોરોગીને પ્રેમ કરો મટી જશે. આ માનવ મંદિર સમગ્ર જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.

અત્યાર સુધીમાં 85 મનોરોગી સાજા થયા છે : મહંત
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલાથી હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિર સ્વભાવી છે. મંદિરનું નામ સાંભળી લોકોને થાય ભગવાન દેવી દેવતાનું મંદિર હશે. પરંતુ આ માનવીનું અનોખું મંદિર છે. અહીંની સેવા જોઇ તમે પણ લાગણીમાં આવી જશો. સાવરકુંડલાના કાત્રોડી ગામના એક કથાકાર ભક્તિરામબાપુ જેને પોતાના કાર્યકાલ દરમ્યાન 300 જેટલી રામકથાનું વાંચન કર્યું છે. ઘટના એવી બની કે એક કથા દરમિયાન એક મેલોઘેલો પાગલ આવી ચડ્યો જેમાં સ્થાનિક આયોજકો દ્વારા બહાર કઢાયો અને આ દર્શ્યોથી કથાકાર ભક્તિરામબાપુ દ્રવી ઉઠ્યા. કથાની પૂર્ણાહુતી દરમિયાન ભક્તિરામબાપુએ જાહેરાત કરી કે આ પાગલ માટે મારે કંઇક કરવું છે. પછી હું રામકથા વાંચનનો પ્રારંભ કરીશ. અને પાગલ આશ્રમ બનાવવા માટે કોઈ પાસે ફાળો કરવો નહીં. જો અસ્તિત્વની કૃપા હશે તો દાતાઓના દાન મળી રહેશે. આ નિર્ણયને હજારો સેવકોએ આવકાર્યું અને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવા માટે શરૂ થયું.

મહેમાનો માટે 14 અલગ અલગ રૂમો બનાવ્યા
સાવરકુંડલા નજીક રોડ ઉપર દસ વીઘા જમીનમાં 45 લાખનો ખર્ચ કરી આ એક ભગીરથ સેવા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. ધીમે ધીમે આ યોગદાન મળતું રહ્યું અને આશ્રમનો વિકાસ આગળ વધતો રહ્યો છે. નવ વર્ષમાં દરેક પાગલ માટે સ્વતંત્ર રૂમ બનાવ્યા છે. ગૌશાળા, મોટો સેન્ટર રૂમ છે. સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે મહેમાનો માટે 14 અલગ અલગ રૂમો બનાવ્યા છે. જે કોઈ દૂરથી આ માનવ મંદિરના દર્શેન આવે તો રોકાય શકે છે. હાલમાં આ માનવ મંદિરમાં 45 જેટલી મનોરોગી મહિલાઓ આ આશ્રમમાં પુર્નજીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. અને આ આશ્રમમાં દાખલ થવા સમયે કોઈ પાસેથી કોઈ ફી લેવાતી નથી. રખડતા ભટકતા નિરાધાર માત્ર મહિલાઓને અહીં રખાય છે. જોકે કોઈ શહેરમાં અન્ય વિસ્તારમાં આ પ્રકારની અસ્થિર મહિલાઓ પોલીસના ધ્યાને આવે તો ખુદ પોલીસ પણ આ માનવ મંદિર આવી મૂકી જાય છે. અહીં સવારે નાસ્તો બપોરે રાતે જમવાનું અપાય છે. અને ડોક્ટર દ્વારા દવા પણ અપાય છે. જયારે અહીં લોકો પોતાના જન્મ દિવસ પરિવારના મોભીની પુણ્યતિથિની ઉજવણી કરી એક દિવસ જમવાનું આપી સામાજિક સેવા અને જવાબદારી અદા કરે છે.

દર મહિને આશ્રમનો ખર્ચ સાડા ત્રણ લાખનો થાય છે
​​​​​​​
અત્યાર સુધીમાં 85 મહિલાઓ સાજી થઈ સમાજ વચ્ચે પૂર્ણ જીવન સ્થાપી છે. અમરેલીના મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી દર મહિનેઆ આશ્રમની મુલાકાતે પહોંચી મહિલાઓને તપાસી દવા આપી 5 વર્ષથી માનવ મંદિરની માનવી સેવા પુરી પાડી છે. અહીં દર મહિને આશ્રમનો ખર્ચ સાડા ત્રણ લાખનો થાય છે. પરંતુ અસ્તિત્વની કૃપા અને સેવાભાવી દાતાઓ દ્વારા મોટાભાગનો ખર્ચ ઉપાડે છે. મહત્વની વાતએ છે અહીં અલગ અલગ રાજ્ય પ્રદેશની મહિલાઓ પણ છે. સાથે કેટલીક મહિલાઓ એવી છે જે સાજી થઈ ગઈ છે. પરંતુ તેમનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી. પરંતુ આ ગુજરાતનું એક એવું માનવ મંદિર કે જ્યાં માનવીની સેવા અર્ચના કરાય છે. જયારે આ ભગીરથ સેવાની સૌવ કોઈ બિરદાવી રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો