દુર્ઘટના:રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા બે વર્ષની બાળકીનું મોત થયું

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતિય પરિવાર વાડીએ મજુરી કામ કરી રહ્યો હતો

બાબરા તાલુકાના ઉંટવડ ગામની સીમમા રહી ખેતમજુરી કામ કરતા અેક પરપ્રાંતિય પરિવાર વાડીઅે ધાણાના પુળા વાળી રહ્યાે હતાે તે દરમિયાન તેની બે વર્ષની બાળકી રમતા રમતા પાણીની કુંડીમા પડી જતા ડૂબી જવાથી તેનુ માેત નિપજયું હતુ.

કુંડીમા પડી બાળકીનુ માેત થયાની અા ઘટના બાબરા તાલુકાના ઉંટવડની સીમમા બની હતી. પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર મુળ મધ્યપ્રદેશના અાંબીસર્દી મવાડીયા ફળીયા અને હાલ બાબરા તાલુકાના ઉંટવડમા લાભુભાઇ કાનજીભાઇ સીલીયાની વાડીઅે રહી ખેતમજુરી કામ કરતા કેકડીયાભાઇ ધુલીયાભાઇ મેહડા તેના પરિવાર સાથે વાડીઅે ધાણાના પુળા વાળવાનુ કામ કરી રહ્યાં હતા.

અા દરમિયાન કેકડીયાભાઇની બે વર્ષની બાળકી તેજલ રમતા રમતા અકસ્માતે પાણીની કુંડીમા પડી જતા તેનુ ડૂબી જવાથી માેત થયુ હતુ. બનાવ અંગે કેકડીયાભાઇઅે બાબરા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ ભરતભાઇ ડાેડીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...