સારવાર દરમિયાન મોત:ધતુરાના ફૂલ ખાઇ જતાં બે વર્ષની બાળકીનું મોત

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના મોટા આંકડિયાનો બનાવ
  • પરિવારની બાળકી વાડીમાં રમતી હતી

અમરેલી તાલુકાના નાના આંકડીયાની સીમમા વાડીમા ખેત મજુરીકામ કરતા એક પરિવારની બે વર્ષની બાળકી રમતી હતી ત્યારે ધતુરાના ફુલ ખાઇ જતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

બાળકીના મોતની આ ઘટના અમરેલી તાલુકાના નાના આંકડીયામા બની હતી. દાહોદના ગોહિલવાડામા રહેતા મનીયાભાઇ મોહનીયા અહી રહેતા વિનુભાઇ વામજાની વાડીએ ખેત મજુરી કામ કરતા હતા. તેમની બે વર્ષની બાળકી રમતા રમતા ધતુરાના છોડમાથી ધતુરાના પાન કે ફુલ ખાઇ જતા ઉલટી ઉબકા થવા લાગ્યા હતા.

બાળકીને સારવાર માટે પ્રથમ અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. અહીથી બાળકીને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એસ.બી.સૈયદ આગળની તપાસ ચલાવી રહ્યાં છે. આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...