અકસ્માત:કરકોલિયા નજીક બે ટ્રક, પોલીસ કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વ્યક્તિને ઈજા : પોલીસની કારને નુકસાન પહોંચ્યું

લાઠીના કરકોલીયા ગામના પાટીયા પાસે ભાવનગર – રાજકોટ હાઈવે પર બે ટ્રક અને પોલીસ કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઉપરાંત પોલીસ કારને નુકશાન પહોંચ્યું હતું.

આ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, લાઠી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કૌશિકરાવ પ્રતાપરાવ તાવડેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગતરાત્રીના રાજકોટ – ભાવનગર હાઈવે પર જીજે.18.જી.બી. 5640 પી. 14 નંબરની કાર લઈ પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન કરકોલીયા ગામના પાટીયા પાસે પહોંચતા ટ્રક નંબર જીજે.03.વી.7949ના ટ્રક ચાલકે પુલ ઝડપે અને બે ફીકરાઈથી ચલાવી કરકોલીયા ગામ તરફ પોતાનું ટ્રક વાળી લીધુ હતું. તે દરમિયાન ભાવનગર તરફથી આવી રહેલ ટ્રક નંબર જીજે. 12.એ.યુ.8102 સાથે અથડાયો હતો.

બંને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રક નંબર જીજે.03.વી. 7949 પોલીસ કાર સાથે અથડાયો હતો. જેના કારણે પોલીસ કારને નુકશાન પહોંચ્યું હતું. ટ્રીપલ અકસ્માતની આ ઘટનામાં ટ્રક ચાલક હલીમખાન જીમાખાન પંન્નુને ઈજા પહોંચી હતી. આ અંગે બાબરાના પાંચાભાઈ ઉર્ફે ગોપાલ દેવાભાઈ ગળીયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...