રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાની 5 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.
જિલ્લામાં ગત ચૂંટણીમાં તમામ પાંચ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. જોકે, વર્ષ 2020 માં ધારી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જે.વી કાકડિયા પક્ષ પલટો કરી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં તેઓ ફરી ભાજપ તરફથી જીત્યા છે. તેમ છતાં હાલ અમરેલી, લાઠી, રાજુલા, સાવરકુંડલા આ 4 બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે ધારી બેઠક ભાજપ પાસે છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી અમરેલી જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
રાજુલા બેઠક પર સૌથી વધારે ટક્કર જોવા મળશે. રાજુલા બેઠક પર સતત જીતતા આવતા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ગત ચૂંટણીમાં કોંગ્રેસના અંબરીશ ડેરે હરાવ્યાં હતા. ત્યારે આ વખતે ફરી કોંગ્રેસના અંબરીશ ડેર સામે ભાજપે હીરા સોલંકીને મેદાને ઉતાર્યા છે. તેમજ આમ આદમી પાર્ટીમાંથી પાંચાળી આહીર સમાજના ભરત બલદાણીયાને ટિકિટ આપી છે. આ બેઠક પર સૌથી વધારે કોળી સમાજનું વર્ચસ્વ છે. સૌથી વધારે કોળી મતદારો છે. બીજા નંબરે પાંચાળી આહીર સમાજનું વર્ચસ્વ છે. અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે. જ્યારે ભાજપના ઉમેદવાર કૌશીક વેકરિયા છે. લાઠી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમર જ્યારે ભાજપના ઉમેદવાર જનક તળાવયા છે. ધારી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા, કોંગ્રેસના કીર્તિ બોરીસાગર છે. સાવરકુંડલા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ કસવાળા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રતાપ દુધાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.