અનોખી ઉજવણી:અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના કુંભરીયા ગામમાં કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાના જન્મ દિવસ નિમિત્તે કાર્યકરો અને ભાજપ દ્વારા અનોખી રીતે જન્મ દિવસ ઉજવાયો છે. જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો છે. તેમાં રાજુલા તાલુકાના કુંભરીયા ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.

વૃક્ષા રોપણ કરી અનોખી રીતે જન્મ દિવસ ઉજવાયો

આજે રાજુલા તાલુકાના કુંભરીયા ગામમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે જન્મ દિવસ ઉજવાયો હતો. જેમાં કાર્યકર્તા અને હોદ્દેદારો, આગેવાનો પણ જોડાયા હતા. રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા અને આઈ.ટી.વિભાગના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અને જિલ્લા ભાજપ પ્રમુખની જન્મ દિવસની ઉજવણી કરી જન્મ દિવસની શુભેચ્છા કાર્યકરો દ્વારા આપી હતી.

વાવાઝોડામાં વૃક્ષો બરબાદ થતા લોકો વૃક્ષવાવેતર કરી રહ્યાં છે

રાજુલા પંથકમાં વાવાઝોડાની તારાજી બાદ સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે યુવાનો, આગેવાનો દ્વારા જન્મ દિવસ અને અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યાં છે. જેમાં ગામડા અને શહેરી વિસ્તારમાં વૃક્ષોવાવેતર કરવા લોકો મુહિમ ઉપાડી રહ્યાં છે. સૌથી વધુ હવે લોકો જન્મ દિવસ નિમિત્તે વૃક્ષોવાવેતર કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...