તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વડિયા પાસે 25 મજુર ભરીને જતું ટ્રેકટર ટાયર ફાટતાં પલટી ખાઈ ગયું

વડીયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ લોકોને સામાન્ય ઈજા, રેલવેના કામે જતા મજુરોનો આબાદ બચાવ

વડીયા પાસે 25 મજુર ભરી જતા ટ્રેકટરનું અચાનક આગળનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું. જો કે આ ઘટનામાં ટ્રેકટરમાં સવાર 25 પરપ્રાતિય મજુરનો આબાદ બચાવ થયો હતો. પણ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.વડીયા રેલવે સ્ટેશન પર બ્રોડગેજની કામગીરી ચાલી રહી છે. જેમાં પરપ્રાતિયો મજુરી અર્થે આવ્યા છે. આજે વહેલી સવારે ટ્રેકટર નંબર એમ.એસ.4. ડી એફ.3500માં 25 જેટલા મજુરો વડીયાથી રેલવે સ્ટેશન ખાતે બ્રોડગેજની કામગીરી માટે જઈ રહ્યા હતા.

વડીયાથી એક કિલોમીટર આગળ જતા ટ્રેકટરનું આગળનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. જેના કારણે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું.સદનસીબે ટ્રકટરમાં સવાર 25 મજુરનો આબાદ બચાવ થયો હતો. જો કે આ ઘટનામાં ત્રણ મજુરને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ મજુરો થોડીવાર પછી બ્રોડગેજની કામગીરી માટે રેલવે સ્ટેશન પર નિકળી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...