પુન:મતદાન:હડાળા, સરંભડામાં પુન: મતદાન થતાં કુલ 57.41 ટકા મત પડ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
2221 મતદારોમાંથી 1275 મતદારોએ મતદાન કર્યું હતું. - Divya Bhaskar
2221 મતદારોમાંથી 1275 મતદારોએ મતદાન કર્યું હતું.
  • ગઈકાલે બેલેટ પેપર બદલાઈ જવાના કારણે પુન:મતદાન

હડાળા અને સરંભડા ગામે પુન: મતદાન થયું હતું. જેમાં 57.41 ટકા મતદાન થયું હતું. અહી ગઈકાલે બેલેટ પેપર બદલાઈ જવાના કારણે ફરી વખત ચૂંટણી યોજાય હતી. અમરેલી જિલ્લામાં બે ગ્રામ પંચાયમાં પુન: મતદાન યોજાયું હતું. આવતીકાલે આ બંને ગામની મતગણતરી થશે. બગસરા તાલુકાના હડાળામાં સરપંચ અને 1 થી 4 વોર્ડ અને અમરેલીના સરંભડા ગામે સરપંચ અને વોર્ડ નંબર 1 થી 4માં ગઈકાલે ચૂંટણી દરમિયાન બેલેટ પેપરની અદલા બદલી અને ક્ષતિના કારણે ચૂંટણી પ્રક્રિયા રદ કરાય હતી. અહી 20મીએ પુન:મતદાન યોજાયું હતું. આ બંને ગામમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 57.41 ટકા મતદાન થયું હતું.

જેમાં 2221 મતદારોમાંથી 1275 મતદારોએ મતદાન કર્યું હતું.સરંભડા ગામે 639 પુરૂષ અને 625 મહિલા મળી કુલ 1264 મતદારો હતા. જેમાં પુન મતદાન સમયે 343 પુરૂષ અને 331 મહિલા મળી કુલ 674 લોકોએ મતદાન કર્યું હતું. એટલે કે સરંભડામાં 53.32 ટકા મતદાન થયું હતું. બીજી તરફ બગસરાના હડાળામાં 473 પુરૂષ અને 484 મહિલા મળી કુલ 957 મતદારો હતા. અહી પુન: મતદાન દરમિયાન 319 પુરૂષ અને 282 સ્ત્રી મળી 601 મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે હડાળા ખાતે 62.80 ટકા મત પડ્યા હતા. બંને ગામનું 57.41 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...