કોરોના રસીકરણ:જિલ્લામાં 2,76,891 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લામાં 63. 55 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ
  • 12,33,082 લોકોમાંથી 7,83,661ને રસીનો પ્રથમ ડોઝ અપાયો

અમરેલી જિલ્લામાં રસીકરણ અભિયાન હેઠળ 18 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા લોકોને કોરોના રસી આપાવમાં આવી રહી છે. જિલ્લાભરમાં રસીકરણની 63.55 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. એટલે કે અહી 12,33,082માંથી 7,836,61 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જિલ્લાભરમાં રસીકરણની કામગીરીને ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ હવે લોકોના ઘરે પહોંચી રહી છે. સાથે સાથે શહેરી વિસ્તારમાં પાલિકા, આરોગ્ય અને પોલીસ કર્મીઓની ટીમ રસ્તા પર ઉતરી છે અને બાકી રહેલા લોકોને સ્થળ પર જ રસી આપવામાં આવી રહી છે.

જિલ્લાભરમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચાલા રહ્યું છે. જિલ્લા વહિવટી તંત્રના ચોંપડે 18 વર્ષથી 44ના 7,61,682 અને 45 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા 4,71,400 લોકો છે. જેમાંથી અત્યાર સુધીમાં 7,83,661 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. બીજી તરફ 2,76,891 લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. આમ, લોકો હવે હોશે હોશે ટીકાકરણ કરાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...