ઉમેદવારી પત્ર:અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે આજે અંતિમ દિવસે 100 મળીને કુલ 119 ઉમેદવારી ફોર્મ ભરાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.01 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે આજે સોમવારે જિલ્લામાં 100 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેથી અત્યારસુધીમાં કુલ 119 ફોર્મ ભરવામાં આવ્યાં છે.
કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, 94- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિવસ સુધી 61 ફોર્મ ઉપડ્યા હતા. ધારી - બગસરા વિધાનસભામાં અંતિમ દિવસે 21 અને અગાઉ ભરાયેલા 03 મળી કુલ 24 ફોર્મ ભરવામાં આવ્યાં છે. જ્યારે 95- અમરેલી-વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને 19 ફોર્મ ભરવામાં આવ્યાં છે, જ્યારે અગાઉ ભરાયેલા 02 મળીને કુલ 21 ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યાં છે. લાઠી- બાબરા વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને 10 ફોર્મ ભરવામાં આવ્યાં હતા, જ્યારે અગાઉ ભરાયેલા 07 ઉમેદવારી પત્રકો મળીને કુલ 17 ફોર્મ ભરવામાં આવ્યાં છે. સાવરકુંડલા - લીલીયા વિધાનસભામાં ઉમેદવારી કરવાના અંતિમ દિને19 ફોર્મ ભરવામાં આવ્યાં, જ્યારે અગાઉ ભરાયેલા 05 મળીને કુલ 24 ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યાં છે. રાજુલા જાફરાબાદ મતવિસ્તારમાં ઉમેદવારી કરવાના અંતિમ દિને 31 ફોર્મ ભરવામાં આવ્યાં હતા. અગાઉ ભરાયેલા 02 ઉમેદવારીપત્રકો મળીને કુલ 33 ફોર્મ ભરવામાં આવ્યાં છે.
​​​​​​​ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 17 નવેમ્બર
ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.17 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે 3-00 કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે.

અન્ય સમાચારો પણ છે...