અકસ્માત:દેવરાજીયામાં રસ્તાે ઓળંગવા જતાં કાર હડફેટે ત્રણ વર્ષના બાળકનું મોત

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માત સર્જનાર ધારગણીના કાર ચાલક સામે પાેલીસમાં રાવ

અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે અેક ત્રણ વર્ષનાે બાળક રસ્તાે અાેળંગી રહ્યાે હતાે ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા તેને ગંભીર ઇજા પહાેંચી હતી. બાળકને સારવાર માટે પ્રથમ અમરેલી અને બાદમા રાજકાેટ તેમજ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.

કાર હડફેટે બાળકના માેતની અા ઘટના અમરેલીના દેવરાજીયામા બની હતી. અહી રહેતા ભુપતભાઇ જીણાભાઇ વેકરીયા (ઉ.વ.31) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસને જણાવ્યું હતુ કે પાેતે ચાની હાેટલ પર કામ કરી રહ્યાં હતા અને તેનાે ત્રણ વર્ષનાે પુત્ર યુવરાજ રમતાે હતાે. યુવરાજ રમતા રમતા રસ્તાે અાેળંગવા જતાે હતાે ત્યારે ચલાલા તરફથી અાવી રહેલ કાર નંબર જીજે 27 અેપી 8094ના ચાલક જગદીશ ગજેરાઅે તેને હડફેટે લીધાે હતેા.અકસ્માતને પગલે યુવરાજને ગંભીર ઇજા પહેાંચતા સારવાર માટે પ્રથમ અમરેલી ખાનગી દવાખાને અને વધુ સારવાર માટે રાજકાેટ ખસેડાયાે હતાે. ત્યાંથી અમદાવાદ સિવીલ હાેસ્પિટલમા રીફર કરાયાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે અેઅેસઅાઇ અેન.બી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...