આયોજન:રાજુલામાં બાપા સીતારામ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતો- મહંતોની ઉપસ્થિતિમાં નગરયાત્રા નિકળશે

રાજુલામાં ભેરાઈ રોડ મીરાનગરમાં નવ નિર્મિત બાપાસીતારામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21મીએ યોજાશે.

રાજુલામાં મીરાનગરમાં બાપાસીતારામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હેઠળ 21મીએ હેમાદ્રી પ્રયોગ, 22મીએ ગણપતિ પૂજનની સ્થાપના બાદ જળયાત્રા, અરણી મંથન, નગરયાત્રા, 23મીએ દેવતા પૂજન, મહાપ્રસાદ અને 24મીએ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જેમાં ભોળાભાઈ આઙિર અને અરવિંદભાઈ ભારતી લોક સાહિત્યની રમઝટ બોલાવશે. અહી ભક્તિરામ બાપુ, મનજીબાપુ, લાભેશ્વર દીદી, હરીનંદન સ્વામી, ધનસુખ બાપુ, મોહનગીરી બાપુ વિગેરે સંતો- મહંતોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આરંભ કરાશે.

આ પ્રસંગે નિતિનભાઈ જાની ઉર્ફે ખજૂર, માયાભાઈ આહિર, શૈલેષભાઈ મહારાજ, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, એસડીએમ ગોહિલ, ડીવાયએસપી જે.એમ. ઠાકર, બાપભાઈ કોટીલા, મીઠાભાઈ લાખણોત્રા, સાગરભાઈ સરવૈયા વિગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...