વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે:પરીક્ષાલક્ષી પ્રશ્નો અને મુંઝવણ દુર કરવા શિક્ષકોની ટીમ તૈયાર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની પરીક્ષાને લઇ ટીમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
  • કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી

આગામી તા.14મી માર્ચથી યોજાનારી ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે અને તેમની પરીક્ષાલક્ષી મૂંઝવણો દૂર થાય તેવા હેતુથી અમરેલી જિલ્લામાં શિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં આ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ, વાહન વ્યવહારની વ્યવસ્થા, વીજ પુરવઠાનું સાતત્ય જળવાઈ રહે તે સહિતના પ્રશ્નોની ચર્ચા કરી જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષકોની ટીમ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે 10 થી સાંજે 6:30 વાગ્યા સુધી આગામી તા.14 માર્ચથી તા.29 સુધી સંપર્ક કરી શકાશે. જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, પીજીવીસીએલના ઈજનેર, આર.ટી.ઓ ઈન્સપેક્ટર, એસટીના ડેપો મેનેજર અને ઝોન અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડની પરીક્ષાને લઇ છાત્રોને પડતી મુશ્કેલી અંગે માર્ગદર્શન આપશે .

અન્ય સમાચારો પણ છે...