દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:અમરેલીમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી, મોટા પ્રમાણમાં દારૂ બનાવવાની સામગ્રી મળી આવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સૌરાષ્ટ્રમાં દારૂના વેચાણ પર તવાઈ બોલાવવામાં આવી છે.રાજકોટ-જેતપુરમાં ઇંગલિશ દારૂ ઝડપાયા બાદ અમરેલી જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી ખાંભાના આબલીયાળા સિમ વિસ્તારમાં મોડી રાતે દરોડો પાડતા દેશી દારૂ સપ્લાય થાય તે પહેલાં બે આરોપીને પણ દબોચી લીધા હતા. અહીં દેશી દારૂ, દેશી દારૂ હાથ બનાવટી સાધનો સામગ્રી પણ મળી આવી હતી. આ ઉપરાંત મુદામાલમાં 6 નંગ બેરલ,5 નંગ ટાંકી,4 ગેસના ચૂલા,7સિલિન્ડર,ગેસ રેગ્યુલેટર,મોટર,ટેમ્પો,મોબાઈલ, સહિત 3,79,342 નો કુલ મુદામાલ ઝડપી પાડ્યો છે

બે આરોપી ઝડપાયા
આરોપી મહેશ બાલુભાઈ સોલંકી રે આબલિયાળા, ગણેશ ઉર્ફે ગુણો રામભાઈ ડાભી રે આબલિયાળા વાળાને ઝડપી SMCના પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ સાથે ખાંભા પોલીસને તપાસ સોંપવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં પીપાવાવ દરિયાકાંઠાના ગામડાઓમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મોટાભાગના ગામડામાં રાત્રિના સમયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અહીં પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ખાનગી રાહે દરોડો પાડવામાં આવે તો દેશી દારૂ ઝડપાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...