આયોજન:પોલીસ હેડ કવાર્ટરમાં બ્રહ્માકુમારી દ્વારા સ્ટ્રેસ રીલીવીંગ પ્રોગ્રામ યોજાયો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજના કારણે તણાવમાં રહેતા હોય યોગ ધ્યાન દ્વારા સકારાત્મક કેવી રીતે રહી શકાય તે અંગે સમજ અપાઇ

અમરેલી પોલીસ હેડ કવાટર્સમા તાલીમ કેન્દ્ર ખાતે ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સ્ટ્રેસ રીલીવીંગ પ્રોગ્રામનુ આયોજન કરવામા આવ્યું હતુ.જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક બી.વી.જાધવના માર્ગદર્શન તથા એસ.એચ.ખમલ દ્વારા તાલીમ કેન્દ્ર ખાતે આયોજીત આ કાર્યક્રમનુ પુનમદીદી દ્વારા દીપ પ્રાગ્ટય કરી ખુલ્લો મુકાયો હતો.

વર્તમાન સંજોગોમા સતત ફરજના કારણે પોલીસ અધિકારી, કર્મચારીઓ તણાવમા રહેતા હોય છે. તેથી પોલીસ તણાવ મુકત રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે માટે માનસિક સ્વસ્થ રહે તેવા હેતુથી આયોજન કરવામા આવ્યું હતુ.

અહી પુનમદીદી દ્વારા પોલીસ માનસિક શાંતીની અનુભુતિ કરી શકે તે માટે યોગ ધ્યાન કરાવ્યું હતુ. બાદમા પોલીસ સકારાત્મક વિચારો સાથે પોતાની ફરજ બજાવવી, લોકો સાથે લાગણીપુર્વક વ્યવહાર રાખવા સમજણ અપાઇ હતી. અહી કિંજલદીદી, ગીતાદીદી પણ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...