કાર્યવાહી:ગોંડલ પંથકનો તસ્કર ચાર ચોરાઉ બાઇક સાથે અમરેલીમાંથી ઝડપાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ કોર્ટે આ શખ્સ સામે પકડ વોરંટ પણ ઇસ્યુ કર્યુ હતું

અમરેલીની પેરોલ ફર્લો સ્કવોડે ગોંડલ પંથકના તસ્કરને આજે અમરેલીમાથી ચાર ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. મુળ ગોંડલ તાલુકાના કંટોલીયા ગામનો વતની અને હાલ ગોંડલમા ઘોઘાવદર રોડે નવા માળીયામા રહેતા દિવ્યેશ ઉર્ફે દિવલો નકુભાઇ મકવાણા (ઉ.વ.26) નામના તસ્કરને આજે અમરેલીમા કુંકાવાવ રોડ પર આવેલા ભારતનગર નજીકથી ઝડપી લીધો હતો.

પોલીસે આ શખ્સને ગોંડલ, વિરપુર વિગેરે જગ્યાએથી ચોરાયેલા ચાર મોટર સાયકલ સાથે પકડયો હતો. આ શખ્સ સામે આમપણ ગોંડલ કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરવામા આવ્યું હતુ. પકડાયેલા દિવ્યેશ મકવાણાનો ઇતિહાસ ગુનાથી ખરડાયેલો છે અને તેની સામે બાઇક ચોરી તથા દારૂબંધીના જુદાજુદા આઠ કેસો નોંધાયેલા છે. પીએસઆઇ પી.બી.લક્કડ અને તેની ટીમે આ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...