સાવરકુંડલા તાલુકાના વિરડી ગામના શખ્સે સુરત અને ભાવનગરમાથી ત્રણ મોટર સાયકલની ચોરી કરી હોય સ્થાનિક પોલીસે આજે આ શખ્સને ત્રણેય ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. વંડાના પીએસઆઇ પી.વી.પલાસ તથા સ્ટાફે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.
સાવરકુંડલા તાલુકાના વિરડી ગામે રહેતો અને હિરા ઘસવાનુ કામ કરતો ભૌતિક જયંતીભાઇ બારડ (ઉ.વ.20) નામનો શખ્સ આ મોટર સાયકલ ચોરીમા ઝડપાયો હતો. આ ઉપરાંત ચોરીમા બે સગીર પણ ઝડપાયા હતા. તેમની પાસેથી ત્રણ મોટર સાયકલ શંકાસ્પદ રીતે મળતા પોલીસે પુછપરછ કરી હતી. જેમા આ બાઇક ચોરીના હોવાનુ ખુલ્યુ હતુ.
એક મોટર સાયકલ તેણે સુરતમા ભાગલ ચોકડી આગળ બસ સ્ટેન્ડ પાસેથી ચોરી કર્યાનુ તથા બાકીના બે મોટર સાયકલ ભાવનગરમા વિઠ્ઠલવાડી બજરંગદાસ પેટ્રોલપંપ પાસેથી અને વિશ્વકર્મા સર્કલ પાસેથી ચોરી કર્યાનુ કબુલ કર્યુ હતુ. પોલીસે દોઢ લાખની કિમતના ત્રણ બાઇક કબજે લીધા હતા અને આ શખ્સને ભાવનગર તથા સુરત પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.