તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી પંથકમાં બે દિવસથી મોસમના વિચિત્ર મિજાજનો જોવા મળી રહ્યો છે. ગઇકાલની જેમ આજે પણ અમરેલી તથા આસપાસના વિસ્તારમાં સવારમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જોકે બપોરે ગરમી અનુભવાઇ રહી હતી. મોડે સુધી તો ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. શિયાળો પૂરો થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે મોસમે ફરી એક વાર કરવટ બદલી છે. વહેલી સવારે ઠંડીના ચમકારા સાથે આ વિસ્તારમાં સતત બીજા દિવસે ઝાકળનું આવરણ છવાઇ ગયું હતું.
વહેલી સવારથી જ અમરેલી ઉપરાંત લાઠી બાબરા ધારી બગસરા ખાંભા રાજુલા જાફરાબાદ સહિતના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું.સવારમાં મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. દિવસ ઉગતાની સાથે બે કલાક સુધી તો એવો માહોલ હતો કે 25 મીટર દૂરનું દ્રશ્ય જોવું મુશ્કેલ હતું. દિવસ ચડતાં ચડતાં ધીમે ધીમે ઝાકળનું આ આવરણ દૂર થયું હતું. વહેલી સવારે હળવી ઠંડીનો ચમકારો અનુભવાતો હતો. પરંતુ બપોર થતાં સુધીમાં ગરમી અનુભવાઇ હતી. હવામાનમાં બદલાવ હજુ આગામી બે ત્રણ દિવસ સુધી જળવાઈ રહે તેવી ધારણા છે. ગીર કાંઠાના વિસ્તારોમાં પણ આજે આ જ સ્થિતિ જોવા મળી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.