અમરેલી તાલુકામાં આવેલ વિઠલપુર ખભાળિયા વચ્ચે ઓઇલ મિલ આવેલી છે અહીં વહેલી સવારે 5 વાગ્યા આસપાસ આગ કોઈ કારણોસર લાગતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગની જાણ અમરેલી ફાયર ટીમને કરતા અમરેલી ફાયર ઓફિસર સહિત ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો સતત મારો ચલાવી રહ્યા છે જ્યારે આગ વિકરાળ હોવાને કારણે કલાકો સુધી પાણીનો મારો યઠવાત રાખવામાં આવ્યો હતો આશરે 1 લાખ 6 હજાર ઉપરાંતનો પાણીનો મારો લગાવ્યો છે હાલ 90% ઉપરાંત આગ કંટ્રોલ કરવામાં આવી છે હજુ સામાન્ય આગ ચાલી રહી છે પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કંટ્રોલ કરવા માટેની મહેનત કરી રહ્યા છે ફાયર વિભાગના કહેવા પ્રમાણે મોટાભાગની આગ સંપૂર્ણ કંટ્રોલ કરી લેવાય છે ઓઇલ મિલમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અમરેલી ફાયર ઓફિસર ગઢવીએ કહ્યું હતું કે, જ્યારે આગનો કોલ આવ્યો એટલે અમારી ટીમ તુરંત વહેલી સવારે પોહચી ગઈ હતી અને 90% ઉપરાંત આગને કંટ્રોલ કરી દેવાય છે. 1 લાખ લીટર ઉપરાંતનો પાણી દ્વારા મારો લવાવ્યો છે હાલ કામગીરી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.