અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આગામી તા.17ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે રાજયપાલની ઉપસ્થિતિમા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક સંવાદ કરશે. આ પરિસંવાદનો હેતુ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોમાં જાગૃત્તિ વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતીના નવતર અભિગમ થકી પર્યાવરણની જાળવણી શક્ય બને છે. વધુમાં આ ખેતી નફાકારક પણ છે એ રીતે જોવા જઇએ તો પ્રાકૃતિક કૃષિ થકી દેશમાં ખેડૂતોની ઉન્નતિની નવી દિશાઓ ખૂલે તેમ છે.
દેશના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવો અભિયાન તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતો ભાગ લેશે. પ્રાકૃતિક ખેતીના નવતર અભિગમ બાબતે જિલ્લાના ખેડૂતો રાજ્યપાલ સાથે સંવાદ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના આયોજન માટે વિવિધ તૈયારી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.