અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની તમામ સ્કુલમા ભણતા ધાેરણ 6 થી 8ના બાળકાેમા વૈજ્ઞાનિક દ્રષ્ટિકાેણ કેળવવાના ઉદેશથી મે ભી વૈજ્ઞાનિક કાર્યક્રમ અાવતીકાલથી લાેન્ચ કરવામા અાવશે.
અા કાર્યક્રમ હેઠળ છાત્રાે લેબમા વૈજ્ઞાનિક પ્રયાેગાે કરશે. અા અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઇ જાેષીઅે જણાવ્યું હતુ કે પાલિકા દ્વારા હાલમા અમરેલીમા ડાેકટર અે.પી.જે અબ્દુલ કલામ ગણિત વિજ્ઞાન પ્રયાેગશાળા કાર્યરત છે. જેમા અદ્યતન સાધનાે વસાવાયેલા છે. સમિતિની શાળાઅાે ઉપરાંત શહેરની તમામ શાળાના ધાેરણ 6 થી 8ના છાત્રાે ગણિત વિજ્ઞાનનુ પ્રાયાેગિક જ્ઞાન ખુબ સારી રીતે મેળવે અને જીજ્ઞાષા વૃતિ સંતાેષવા ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિકાેણ કેળવાય તે ઉદેશથી મે ભી વૈજ્ઞાનિક કાર્યક્રમ લાેન્ચ કરવામા અાવશે. જેનુ ઉદ્દઘાટન અાવતીકાલે સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઇ સંઘાણી દ્વારા કરવામા અાવશે.
પાલિકાની અા પ્રયાેગશાળા ખાતે અા કાર્યક્રમમા પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, શિક્ષણાધિકારી અેમ.જી.પ્રજાપતિ, પાલિકા ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સાેઢા ખાસ હાજરી અાપશે. બપાેરે 2 કલાકે અા કાર્યક્રમ શરૂ કરવામા અાવશે. તેમ ઇન્ચાર્જ શાસનાધિકારી હિરેન બગડા અને વાઇસ ચેરમેન દામજીભાઇ ગાેલે જણાવ્યું હતુ.
ખાનગી શાળાના બાળકોને પણ લાભ મળશે
તુષારભાઇ જાેષીઅે જણાવ્યું હતુ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામા ભણતા બાળકાેને દરેક શાળા દીઠ ટાઇમ ટેબલ અાપી દેવામા અાવ્યું છે. અા ઉપરાંત શહેરની અન્ય સરકારી અને ખાનગી શાળાના બાળકાેને પણ તેનાે લાભ મળશે.
શિક્ષકોની રાહબરી હેઠળ થશે પ્રયોગો
ડાે.એ.પી.જે અબ્દુલ કલામ પ્રયોગ શાળામા દરરાેજ નિશ્ચિત સમયે જુદીજુદી શાળાના છાત્રો બાયોલોજી, ફિઝીકસ વિગેરેના પ્રયાેગ કરશે. અા તમામ પ્રયાેગાે જે તે શાળાના શિક્ષકાેની દેખરેખ નીચે કરવામા અાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.