જાફરાબાદના શિયાળબેટમા રહેતા એક ખલાસી દરિયામા બોટ લઇ માછીમારી કરી રહ્યો હોય ત્યારે અચાનક લોખંડની ખુટી માથામા વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતેા. જો કે મરીન પીપાવાવ પોલીસની બોટે દોડી જઇ આ યુવકનુ રેસ્કયુ કરી સારવાર માટે દવાખાને ખસેડયો હતો.
દરિયામાં ખલાસી યુવક ઘાયલ થઇ ગયાની અા ઘટના જાફરાબાદના દરિયામા બની હતી. અહીના શિયાળબેટમા રહેતા પરશોતમભાઇ બીજલભાઇ બારૈયા (ઉ.વ.35) નામનો યુવક અક્ષા નામની બોટ નંબર જીજે 14 અેમઅેમ 483 લઇ માછીમારી માટે દરિયામા ગયો હતેા. અહી તેમને અચાનક લોખંડની ખુટી માથામા વાગી જતા તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.
બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસની બોટ પણ પેટ્રેાલીંગમા હોય જાફરાબાદ મરીનના પીઆઇ એચ.બી.ચૌધરીને જાણ થતા પીએસઆઇ ડી.બી.મજીઠીયા તેમજ સ્ટાફના સંજયભાઇ ચાવડા વિગેરે અહી દોડી ગયા હતા. ઘાયલ પરશોતમભાઇને રેસ્કયુ કરી તાત્કાલિક મરીન પીપાવાવ પોલીસની બોટમા લઇ કાંઠે લાવી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.