કાર્યવાહી:ચાવંડ નજીકથી રોયલ્ટી વિનાનું રેતી ભરેલું ડમ્પર ઝડપાયું

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ 7.13 લાખનો મુદામાલ કબજે લીધો

લાઠી તાલુકાના ચાવંડ નજીકથી રેતી ભરેલા એક ડમ્પરને પોલીસે ઝડપી પાડયુ હતુ. ડમ્પરમા રોયલ્ટી વગર રેતી ચોરી કરવામા આવી રહી હોવાનુ જણાતા પોલીસે ચાલક સામે ગુનો નોંધી રેતી અને ડમ્પર મળી 7.13 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રેતી ચોરી ઝડપાયાની અા ઘટના લાઠી તાલુકાના ચાવંડ નજીક બની હતી. અહીથી રેતી ભરીને પસાર થઇ રહેલા ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 8575ને અટકાવી પોલીસે ચાલક રમેશ ભુરાભાઇ તેરવાડીયા નામના શખ્સની પુછપરછ કરી હતી. તેણે આ રેતી લીઝ કે રોયલ્ટી વગર ચોરી કરી હોવાનુ જણાતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી 27 ટન રેતી અને ડમ્પર મળી 7.13 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ અશોકસિંહ કાછેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...