• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Raid On A Gambling House In A Residential House In Santhali Village Of Amreli, 14 People Were Caught With Valuables Worth Rs 13 Lakh.

શ્રાવણીયો જુગાર:અમરેલીના સાણથલી ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, 14 શખ્સો 13 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડીયા પોલીસને અંધારામાં રાખી LCBએ રેડ કરતા સવાલો ઉઠ્યા

અમરેલીના વડીયા તાલુકાના સાણથલી ગામની પાદરમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી 14 શખ્સોને 13 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પૂર્વ બાતમીના આધારે LCBએ દરોડો પાડ્યો
ચોક્કસ બાતમી આધારે એસપીની ટીમ એલ.સી.બી., ઇન્ચાર્જ PSI પી.બી.લક્કડ તથા એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગારધામ ઝડપાયું હતું.કુલ 14 ઇસમોને રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ સામે જુગારઘારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયા છે.

જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
(1) રાજભાઇ દેવકુભાઇ વાળા, સાણથલી, તા.વડીયા, જિ.અમરેલી.

(2) અતલુ ભાઇ ગોગનભાઇ પરમાર, સાણથલી, તા.વડીયા, જિ. અમરેલી.

(3) કમલેશભાઇ કેશભાઈ સાટોડીયા, ગોંડલ, મહાદેવવાડી, તા.ગોંડલ, જિ. રાજકોટ

(4) કરણભાઇ હાજાભાઇ પરમાર, રે.જુનાગઢ, મધરુમ, વ્રજ વાટિકા, જિ. જૂનાગઢ.

(5) હમીરભાઇ માણંદભાઇ મળુભાઈ મૂળાયાસીયા, તા.વંથલી, જિ. જૂનાગઢ

(6) અશોકભાઇ પુનાભાઇ વઘાસીયા, સાણથલી, તા.વડીયા, જિ. અમરેલી.

(7) અશ્વીનભાઇ ધવલભાઇ વઘાસીયા, સાણથલી, તા.વડીયા, જિ. અમરેલી.

(8) અશોકભાઇ ભીખાભાઇ પટોળીયા, સખુપરુ, તા.ભેસાણ, જિ. જૂનાગઢ

(9) ગોપાલભાઇ ભરતભાઇ પાનસરુીયા ગોંડલ, ભોજરાજપરા. જિ. રાજકોટ

(10) પરેશભાઇ ચંદુભાઇ આંબલીયા, ગોંડલ, ભોજરાજપરા, જિ. રાજકોટ

(11) ભાવેશભાઇ ભીખુભાઈ ભેસાણીયા, સાણથલી, તા.વડીયા, જિ.અમરેલી.

(12) વિનોદભાઇ વિક્રમભાઇ વરૂ, જુનાગઢ, વાડલા ફાટક, મધુવન સોસાયટી,.જૂનાગઢ.

(13) સંદીપભાઇ હસમખુ ભાઇ મહતે રાજકોટ ગાંધીગ્રામ મેઇન રોડ, શેરી નં-09 .રાજકોટ.

(14) જગદીશભાઇ વસંતભાઇ બગડાઇ, રાજકોટ, ગોપાલ નગર .રાજકોટ.

ઘટનાસ્થળેથી મળી આવેલો મુદ્દામાલ
એલસીબીએ જુગારનો દરોડો પાડ્યા બાદ ઘટનાસ્થળેથી રોકડા રૂ.3,77,400/- તથા મોબાઇલ ફોન નંગ-17કિં.રૂ.96,500/- તથા ફોરવ્હીલ કાર - 2 કિં.રૂ.9,00,000/- તથા ગંજીપતાના પાના નંગ-૫ર કિં.રૂ.00/- મળી કુલ કિ.રૂ.13,73,900/- નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવહી હાથ ધરી છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
​​​​​​​વડીયા વિસ્તારમાં આટલો મોટો જુગાર ધામ ઉપર અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અગાઉ કુંકાવાવ વિસ્તારમાં વરલી-મટકાના જુગાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વાર દરોડો પાડ્યો હતો. ત્યારે આજે ફરી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ કરતા વડીયા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...