વિવાદ:ધારીમા હનુમાન જયંતિ પર મહાપ્રસાદ માટે એકઠા થયેલા બે જુથ વચ્ચે બઘડાટી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધારીમા લટુરીયા હનુમાન મંદિર ખાતે ગઇકાલે સાંજના છએક વાગ્યાના સુમારે બની હતી. અહીના નિખીલગીરી દલસુખગીરી ગૌસ્વામીએ આ બારામા અહીના સંજયગીરી બાલગીરી ગૌસ્વામી, હરેશગીરી બાલગીરી, જીગરગીરી સંજયગીરી, મિલનગીરી સંજયભાઇ ગીરી, નયનગીરી હરેશગીરી સહિત સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમા તેમણે જણાવ્યું છે કે ખોખરા મહાદેવ ખાતે રહેતા આ શખ્સો સાથે તેના ભત્રીજા ધવલને માથાકુટ થઇ હતી. આજે હનુમાન જયંતિ નિમીતે અહી લટુરીયા હનુમાન મંદિરે મહાપ્રસાદ વખતે એકઠા થતા તે વાતનુ મનદુખ રાખી સાતેય શખ્સોએ પાઇપ લાકડી અને કોસ જેવા હથિયારથી હુમલો કરી તેને તથા તેના ભત્રીજાને ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.

જે અંગે ધારી પોલીસે ગુનો નોંધ્યો છે. જયારે સામાપક્ષે સંજયગીરી બાલગીરી ગૌસ્વામીએ આ બારામા નિખીલગીરી દલસુખગીરી ગૌસ્વામી તથા ધવલગીરી અતુલગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યું છે કે ત્રણેક મહિના પહેલા થયેલી માથાકુટના મનદુખમા બંનેએ પાઇપ વડે હુમલો કરી તેને તથા તેના ભત્રીજા નયનને માથામા ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...