અમરેલી:ખાંભામાંથી ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો, ખેતીવાડી શાખાએ દુકાન સીઝ કરી 4 શખ્સ સામે ફરિયાદ નોંધી

અમરેલી3 વર્ષ પહેલા
ખેતીવાડી શાખાએ દુકાન સીઝ કરી
  • રાસાયણિક ખાતર વેચતા દુકાનદાર પાસે લાયસન્સ ન હતું

ખાંભામાંથી ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો મળી આવતા ખેતીવાડી શાખા દ્વારા દુકાનને સીઝ કરવામાં આવી છે. આ સાથે જ ગેરકાયદેસર રાસાયણિક ખાતર વેચતા 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. રાસાયણિક ખાતર વેચતા દુકાનદાર પાસે લાયસન્સ ન હોવા છતાં પણ તે રાસાયણિક ખાતર વેચી રહ્યો હતો. જેથી 4 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ગત મોડી રાત્રે ટ્રકમાં આવેલ જથ્થો ખેતીવાડી શાખાએ ઝડપી પાડ્યો હતો. ખેતીવાડી શાખાએ 50 કિલોની 40 રાસયણિક ખાતરની થેલીઓ સીઝ કરી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ ખેતીવાડી શાખા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...