કાર્યવાહી:દુધાળા અને શાખપુરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને સ્થળેથી 3.56 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણની પ્રવૃતિને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એલસીબી પોલીસે લાઠીના દુધાળા અને શાખપુરમાથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઇ કુલ રૂપિયા 3.56 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ તથા ટીમે પેટ્રોલીંગ દરમિયાન લાઠીના બાઇ દુધાળા નજીક બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી એક કારને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 76 બોટલ કિમત રૂપિયા 28500 મળી આવી હતી. પોલીસે કિશન સુરેશભાઇ દવે નામના શખ્સની ધરપકડ કરી કુલ રૂપિયા 3,28,500નો મુદામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત પોલીસે શાખપુર ગામે એક રહેણાંકમાથી ઇંગ્લીશ દારૂની 75 બોટલ ઝડપી પાડી ઇસુબ ઉર્ફે મુન્નો હસનભાઇ સૈયદ નામના શખ્સને ઝડપી પાડયો હતો. પીએસઆઇ વી.વી.ગોહિલ તથા એએસઆઇ મહેશ સરવૈયા, અજય સોલંકી, ઉદયભાઇ મેણીયા, તુષાર પાંચાણી, અશોક સોલંકીએ આ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...