બેદરકારી:અમરેલી શહેરમાં જાહેરમાં દવાઓનો જથ્થો ફેંકાયો, લોકોના આરોગ્ય સાથે ચેડાં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેબ્લેટ, ઓઆરએસ સીરપ ઇન્જેક્શન સહિત વિવિધ પ્રકારની દવાઓનો જથ્થો જોવા મળ્યો

અમરેલી શહેરમાં આવેલી રિદ્ધિસીધી સોસાયટી વિસ્તારમાં દવાઓનો જથ્થો મોટા પ્રમાણમાં ફેંકાયો હોવાનું સામે આવ્યું છે. 3 દિવસથી આ જથ્થો અહિં જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટેબ્લેટ, ઓઆરએસ સીરપ ઇન્જેક્શન સહિત વિવિધ પ્રકારની દવાઓનો જથ્થો જોવા મળ્યો છે.

આ દવાનો જથ્થો જાહેર ચોક વિસ્તારમાં હોવાને કારણે પશુઓ પણ આરોગતા હોય છે. જેથી તેના આરોગ્ય પર પણ ખતરો ઉભો થયો છે. ત્યારે રેસિડન્ટ વિસ્તારમાં દવાઓનો જથ્થો કોણે ફેક્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. અગાવ લાઠી, ખાંભા, રાજુલા, અમરેલી, જાફરાબાદ સહિતના વિસ્તારમાં પણ આ પ્રકારનો દવાઓનો જથ્થો અથવા મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ પ્રકારનો દવાઓનો જથ્થો સતત ત્રણ દિવસથી જાહેર સ્થળ ઉપર જોવા મળી રહ્યો છે. લોકોનું માનવુ છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા આ દવાઓનો જથ્થો ફેંકાયો છે. જોકે, હજુ સુધી ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી નથી, તપાસ બાદ જ સમગ્ર હકિકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...