તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Private Bus Rammed Into A Railway Pole Near Savarkundla, Killing One, Injuring 20, The Driver Fled Leaving The Injured, The Bus Was Overcrowded.

અકસ્માત:સાવરકુંડલા નજીક ખાનગી બસ રેલવેના પોલમાં ઘુસી ગઇ, એકનું મોત , 20 ઘાયલ, ઘાયલોને તરફડતા મૂકી ડ્રાઇવર નાસી ગયો, બસમાં ખીચોખીચ મુસાફરોભર્યા હતા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા ભુવા રોડ પર આજે બપોરે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ફાટક નજીક રેલવેના પોલમા ઘુસી જતા ખડાધારના એક બાળકનુ મોત થયુ હતુ. જયારે 20 મુસાફરોને નાની મોટી ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે.સાવરકુંડલા પંથકમા જીવલેણ અકસ્માતનો સીલસીલાે ચાલુ છે. આજે ખાનગી મીની બસ નંબર જીજે 14 એકસ 0603નો ચાલક બસમા 20થી વધુ પેસેન્જર ભરી સાવરકુંડલાથી પાલિતાણા તરફ જવા નીકળ્યાે હતો. ભુવા રોડ પર રેલવે ફાટક નજીક પહાેંચતા ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યાે હતો. અને બસ ફાટક નજીક રેલવેના પોલમા ઘુસી ગઇ હતી. રેલવેના પોલે બસને ચીરી નાખી હતી.

આ અકસ્માતમા ખડાધારના રમઝાન જુસબભાઇ ચોરા (ઉ.વ.8) નામના બાળકનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે તેની માતા હાજુબેન જુસબભાઇ ચોરા (ઉ.વ.35), જાયદીન જુસબભાઇ ચોરા (ઉ.વ.17) સહિત 20 મુસાફરોને નાની મોટી ઇજા પહાેંચી હતી.આ તમામ ઘાયલાેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને ખસેડાયા હતા. જે પૈકી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હેાવાથી તેને વધુ સારવાર માટે અમરેલી સિવીલ હાેસ્પિટલમા ખસેડવામા આવેલ છે. 108ના સ્ટાફે બસના પતરા તોડી ઘાયલાેને બહાર કાઢયા હતા. અકસ્માત બાદ ચાલક અને કલીનર બંને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

કોણ કોણ ઘાયલ થયું ?
આ અકસ્માતમા ખડાધારના રંજનબેન જયસુખભાઇ ગાેંડલીયા (ઉ.વ.32) જય જયસુખભાઇ ગાેંડલીયા (ઉ.વ.11) જાયદીન ચોરા (ઉ.વ.17) હાજુબેન ચોરા (ઉ.વ.35) વેળાવદરના બાવકુભાઇ ધાખડા, ઉનાના વિનુભાઇ બાબુભાઇ લકુમ (ઉ.વ.50) બાેરાળાના શિવરાજભાઇ મુળુભાઇ ધાધલ (ઉ.વ.35) શિહાેરના પ્રવિણભાઇ દિલુભાઇ પરમાર (ઉ.વ.35) ક્રાંકચના કંચનબેન કાળુભાઇ (ઉ.વ.50) વિગેરે 20 મુસાફરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...