તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જેલમાંથી રજા બાદ ફરાર દુષ્કર્મ ગુનામાં સંડોવાયેલો કેદી ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા રહેતાે અને દુષ્કર્મના ગુનામા જેલમા સજા ભાેગવી રહેલાે કેદી વચગાળાની જામીન રજા પર મુકત થયા બાદ નાસતાે ફરતાે હાેય પેરાેલ ફર્લાે સ્કવાેડે ઝડપી લઇ ફરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

અહીના માણેકપરા શેરી નં-7મા રહેતાે લાલજી ઉર્ફે લાલાે ઉર્ફે બાદલ રવજી માલકીયા (ઉ.વ.30) નામનાે શખ્સ દુષ્કર્મના ગુનામા અમરેલી જિલ્લા જેલમા સજા ભાેગવી રહ્યાે હતાે. અેડી.સેશન્સ કાેર્ટે તેને વચગાળાના જામીન રજા પર તા. 27/5/21ના રાેજ મુકત કર્યાે હતાે અને તા. 10/6/21ના જિલ્લા જેલમા હાજર થવાનુ હાેય પરંતુ અા કેદી નાસતાે ફરતાે હતાે.

જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી પેરાેલ ફર્લાે સ્કવાેડના ઇન્ચાર્જ પીઅેસઅાઇ અાર.કે.કરમટા તથા અેઅેસઅાઇ શ્યામકુમાર બગડા, જયપાલસિંહ ઝાલા, અજય સાેલંકી, જીજ્ઞેશ પાેપટાણી, જનક કુવાડીયાઅે બાતમીના અાધારે માણેકપરામાથી ઝડપી લઇ ફરી જેલમા સાેંપવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...