હાલાકી:અમરેલીના હઠીલા હનુમાન રોડ પર ગંદકીના ગંજ, હાલાકી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પશુઓ પ્લાસ્ટિક અને કચરો આરોગી અવારનવાર બીમાર પડે છે. - Divya Bhaskar
પશુઓ પ્લાસ્ટિક અને કચરો આરોગી અવારનવાર બીમાર પડે છે.
  • મનાઈ હુકમ હોવા છતાં કચરો ઠલવાય છે : પાલિકા કાર્યવાહી ક્યારે કરશે?

અમરેલીના હઠીલા હનુમાન રોડ પર પાલિકાએ કચરો ઠાલવવા પર મનાઈ હુકમ કર્યો હતો. આ અંગે અહી નોટીસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. છતાં પણ અહી કચરાના ઢગ સર્જાયા છે. ત્યારે પાલિકા કચરો ઠાલવનાર સામે ક્યારે કાર્યવાહી કરશે. તેવા સવાલો ઉઠી રહ્યા છે. ઉપરાંત ગંદકીના કારણે રેઢીયાળ પશુઓ પણ અહી અડીંગો જોવા મળે છે. હઠીલા હનુમાન રોડ પર વર્ષોથી કચરા ઠાલવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિક વેપારીઓની અનેક રજૂઆત બાદ નગરપાલિકાએ કચરો ઠાલવવા પર પ્રતિબંધ લાદ્યો હતો. અને જાહેર ચેતવણીરૂપી બોર્ડ લગાવી દીધો હતો.

તેમ છતાં પણ અહી કચરો ઠાલવવામાં આવે છે. સાથે સાથે અહી નિયમીત સફાઈ પણ થતી નથી. જેના કારણે સ્થાનિક વેપારીઓને હાડમારી વેઠવી પડે છે.પાલિકાએ અહી ચેતવણી બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે. પણ કચરો ઠાલવનાર સામે કાર્યવાહી કરી નથી. જેના કારણે હઠીલા હનુમાન રોડ પર ગંદકી સર્જાય છે. ઉપરાંત અહી રેઢીયાળ પશુઓ રસ્તા પર જોવા મળે છે. ક્યારેક તો રસ્તા પર જ આખલા યુદ્ધ સર્જાય છે. જેના કારણે રાહદારીઓને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પાલિકા ક્યારે હઠીલા હનુમાન રોડ પર કચરો ઠાલવનાર સામે કાર્યવાહી કરશે. તે પણ સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...