ધરપકડ:રાજકોટ પંથકમાંથી 7 મોબાઇલની ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળીનો શખ્સ લાઠીમાં મોબાઇલ વેચવા નીકળ્યો હતો

લાઠી પોલીસ દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ગામના આદમ બાદરખાન પઠાણ (ઉ.વ.30) નામના શખ્સની આ મોબાઇલ ચોરીમા ધરપકડ કરવામા આવી હતી. પીએસઆઇ પી.એ.જાડેજા અને તેમની ટીમે ચાવંડ નજીકથી આ શખ્સને મોટર સાયકલ પર ઝડપી લીધો હતો. તેની બેગમા જુદાજુદા સાત મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે કોઇ આધાર પુરાવા ન હોય આગવીઢબે પુછપરછ કરતા તેણે આ મોબાઇલ ચોરીના હોવાનુ કબુલ્યુ હતુ.

લાઠી પોલીસના સુત્રોએ જણાવ્યું હતુ કે આ મોબાઇલ તેણે રાજકોટ જિલ્લાના જંગવડ, ખારચીયા તથા વિરનગર તથા ભુજ પંથકમાથી ચોર્યા હતા. આ શખ્સ અગાઉ પણ ચોરીમા ઝડપાઇ ચુકયો છે. તેની પાસેથી સાત મોબાઇલ ઉપરાંત એક મોટર સાયકલ તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,44,770નો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...