તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવરકુંડલા તાલુકાના વંડા નજીક ગતરાત્રીના અહીથી પસાર થતા ડિટરજન્ટ ભરેલા અેક વાહનને અજાણ્યા કાર ચાલકે અટકાવી ચાલકને નીચે ઉતારી છરી બતાવી 45 હજારની લુંટ ચલાવતા તેની સામે વંડા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે.
વાહન ચાલકને અટકાવી છરી બતાવી રાેકડની લુંટની અા ઘટના સાવરકુંડલાના વંડા નજીક બની હતી. જુનાગઢમા રહેતા અને ડિટરજન્ટ, ફિનાઇલ વિગેરે સામાનની ફેરી કરતા રવિભાઇ અરજણભાઇ ચાૈહાણે વંડા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે જુનાગઢથી નિકુંજ કિશાેરભાઇ વસાણી સાથે પાેતાનુ વાહન નંબર જીજે 11 ટીટી 7384 લઇ પાલિતાણા સમીરભાઇ જે ફેરીનુ કામ કરે છે તેને અાપવા માટે નીકળ્યાં હતા.
રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સુમારે વંડા નજીક પહાેંચતા કાળા કલરની અેક કાર પુરપાટ ઝડપે અાવી હતી અને તેમાથી અેક શખ્સે નીચે ઉતરીને તેને છરી બતાવી 45 હજારની લુંટ ચલાવી હતી. બાદમા અા શખ્સે તેની પાછળ પાેતાનુ વાહન ચલાવવા અને પિયાવા ગામ અાવવા કહ્યું હતુ. જાે કે બાદમા ડર લાગતા વાહન ફુલ સ્પીડમા ભગાવતા સાવરકુંડલા ફાટક પાસે પહાેંચતા વિજપાેલ સાથે અથડાઇ ગયુ હતુ. અને નિકુંજ અને રવિ બંને ડરથી નાસવા લાગ્યા હતા. બાદમા તેના સેઠ ભાૈતિકભાઇને ફાેન કરતા તેઅાે અાવી ગયા હતા. તપાસ કરતા અા શખ્સ પિયાવા ગામે રહેતાે સતીષ દરબાર હાેવાનુ જાણવા મળ્યું હતુ. બનાવ અંગે વંડા પાેલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.