અમરેલી જિલ્લામાં દિવસ દરમ્યાન સતત નાના મોટા વાહનોના અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આજે ફરી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સાવરકુંડલા શહેરમાં નાવલી પોલીસ ચોકી સામે ચંદ્રકાંતભાઈ પ્રભાશંકરભાઈ પંડ્યા ઉંમર 77 રહે શિવશક્તિ સોસાયટી વાળા અહીંથી ચાલીને પસાર થતા હતા ત્યારે એક યુવકે બેફિકરાઈથી બાઈક ચલાવી વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માતમાં વૃદ્ધને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા સાવરકુંડલા પોલીસ પણ દોડી આવી હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ અહીં પેટ્રોલિંગમાં હોવાને કારણે યુવક ભાગ્યો એટલે તરત પોલીસની ટીમ યુવકને ઝડપવા માટે દોડી ગઈ હતી અને શહેરમાંથી આ યુવકને હાલ રાઉન્ડઅપ કર્યો છે. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી.
સાવરકુંડલા શહેરમાં સતત નાના મોટા વાહનો બેફામ રીતે ચલાવી રહ્યા છે. જેના કારણે આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બેફામ વાહન ચલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોએ માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.